માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ યોજના નં.- 01, 07 અને 08 ના લાભાર્થી બહેનો માટે
બહોળી પ્રસિધ્ધિ ધરાવતા દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આપેલ છે. અને સંબંધિત લાભાર્થી બહેનોને તા.30-09-2012 પહેલા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, બ્લોક નં.12, પહેલા માળે, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ને અરજી કરવા જણાવવામાં આવે છે. | |
- માન.મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ યોજના નં.5 અને 6 ના અરજી ફોર્મ સંબંધિત તાલુકાનાં તાલુકા કેળવણી નિરીક્ષક, તાલુકા પંચાયતને મોકલી આપવાના રહેશે. ફોર્મ તા.30-04-2012 સુધી સ્વીકારવામાં આવશે.
- માન.મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ યોજના નં.1, 7 અને 8 ના અરજી ફોર્મ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીએ "શ્રી એચ.વી.ભટ્ટ, ખાસ ફરજ પરના અધિકારી, માન.મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ યોજના, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, બ્લોક 12/1, ડૉ.જી.મ.ભવન, ગાંધીનગર" ને મોકલવાની રહેશે. ફોર્મ તા.30-04-2012 સુધી સ્વીકારવામાં આવશે.
કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા કન્યા-કેળવણી નિધિ નામનું અલગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. આ કન્યા-કેળવણી નિધિમાં દાતાઓ અને સંસ્થાઓ દ્વારા મળતું દાન સ્વીકારવામાં આવે છે. આ કન્યા-કેળવણી નિધિમાં રૂ. ૫૬.૧૬ કરોડ જેટલી રકમ એકત્રિત થયેલ છે. આ નિધિમાં મળેલ દાનને ૮૦(જી)(૫) નીચે ઈન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. માન.મુખ્યમંત્રીશ્રીને દાન સ્વરૂપે અથવા સન્માન પ્રસંગે મળેલ ભેટ-સોગાદોની હરાજીમાંથી મળેલ રકમ પણ કન્યા-કેળવણી નિધિમાં જમા થાય છે. આ માન.મુખ્યમંત્રીશ્રી કન્યા-કેળવણી નિધિમાંથી ખર્ચ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે. વર્ષઃ ૨૦૦૫ -૦૬ થી અત્યાર સુધીમાં ૪૪,૧૧૧ લાભાર્થી કન્યાઓને ૧૬.૨૭ કરોડની સહાય વિવિધ યોજનામાં આપવામાં આવી છે.
More info click Here http://www.cmkanyanidhi.org.in/