Showing posts with label kanya kelavani gujarat 2012. Show all posts
Showing posts with label kanya kelavani gujarat 2012. Show all posts

kanya kelavani gujarat 2012


goverment of gujrat


માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ યોજના નં.- 01, 07 અને 08 ના લાભાર્થી બહેનો માટે
બહોળી પ્રસિધ્ધિ ધરાવતા દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આપેલ છે. અને સંબંધિત લાભાર્થી
બહેનોને તા.30-09-2012 પહેલા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, બ્લોક નં.12, પહેલા માળે,
ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ને અરજી કરવા જણાવવામાં આવે છે.


.
1
  • માન.મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ યોજના નં.5 અને 6 ના અરજી ફોર્મ સંબંધિત તાલુકાનાં તાલુકા કેળવણી નિરીક્ષક, તાલુકા પંચાયતને મોકલી આપવાના રહેશે. ફોર્મ તા.30-04-2012 સુધી સ્વીકારવામાં આવશે.
  • માન.મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ યોજના નં.1, 7 અને 8 ના અરજી ફોર્મ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીએ "શ્રી એચ.વી.ભટ્ટ, ખાસ ફરજ પરના અધિકારી, માન.મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ યોજના, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, બ્લોક 12/1, ડૉ.જી.મ.ભવન, ગાંધીનગર" ને મોકલવાની રહેશે. ફોર્મ તા.30-04-2012 સુધી સ્વીકારવામાં આવશે.
કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા કન્યા-કેળવણી નિધિ નામનું અલગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. આ કન્યા-કેળવણી નિધિમાં દાતાઓ અને સંસ્થાઓ દ્વારા મળતું દાન સ્વીકારવામાં આવે છે. આ કન્યા-કેળવણી નિધિમાં રૂ. ૫૬.૧૬ કરોડ જેટલી રકમ એકત્રિત થયેલ છે. આ નિધિમાં મળેલ દાનને ૮૦(જી)(૫) નીચે ઈન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. માન.મુખ્યમંત્રીશ્રીને દાન સ્વરૂપે અથવા સન્માન પ્રસંગે મળેલ ભેટ-સોગાદોની હરાજીમાંથી મળેલ રકમ પણ કન્યા-કેળવણી નિધિમાં જમા થાય છે. આ માન.મુખ્યમંત્રીશ્રી કન્યા-કેળવણી નિધિમાંથી ખર્ચ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે. વર્ષઃ ૨૦૦૫ -૦૬ થી અત્યાર સુધીમાં ૪૪,૧૧૧ લાભાર્થી કન્યાઓને ૧૬.૨૭ કરોડની સહાય વિવિધ યોજનામાં આપવામાં આવી છે.

More info click Here  http://www.cmkanyanidhi.org.in/

Recent Posts